વ્યારા
તાપી જીલ્લાના તમામ હિતસંબંધ ધરાવતા પક્ષકારોને જાહેર કરવામાં આવે છે કે, તેઓની સ્થાનિક સગવડતા અને સુનાવણીમાં સહેલાઈ રહે તે હેતુસર સંબંધીત અપીલો/અરજીઓની સુનાવણી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સમક્ષ મામલતદાર, મામલતદાર અને કૃષિપંચ, તથા નાયબ કલેકટર, તથા જિલ્લા કલેકટરશ્રીના ચુકાદાઓ સામે, ગુજરાત મહેસુલ પંચ સમક્ષ દાખલ થયેલ રીવીઝન/અપીલ અરજીઓ તેમજ પરચુરણ અરજીઓની ન્યાયીક કાયવાહી આગામી જાન્યુઆરી-૨૦૨૬ થી ડીસેમ્બર-૨૦૨૬ દરમ્યાન નિયત કાર્યક્રમ મુજબ કરવામાં આવશે.
કાર્યક્રમ મુજબ ફેબ્રુઆરીમાં તા. ૨૬ અને ૨૭, માર્ચમાં તા. ૨૭, એપ્રિલમાં તા. ૨૩ અને ૨૪, જૂનમાં તા. ૧૮ અને ૧૯, જુલાઈમાં તા. ૩૦ અને ૩૧, ઓગસ્ટમાં તા. ૨૦ અને ૨૧, સપ્ટેમ્બરમાં તા. ૨૪ અને ૨૫, ઓક્ટોબરમાં તા. ૨૯ અને ૩૦, નવેમ્બરમાં તા. ૨૬ અને ૨૭ તેમજ ડિસેમ્બરમાં તા. ૧૭ અને ૧૮ ના રોજ સુનાવણી યોજાશે. સુનાવણી સામાન્ય રીતે ગુરુવાર અને શુક્રવારના દિવસે યોજાશે.
સુનાવણીનું સ્થળ ગુજરાત મહેસૂલ પંચ, સુરત સિટિંગ, જિલ્લા સેવા સદન, નવી કલેક્ટર કચેરી, ગેટ નં. ૩ પાછળનો ભાગ, ૧લો માળ, જી.સી.બી. બિલ્ડિંગ, અઠવાગેટ, સરકીટ હાઉસ સામે, સુરત રહેશે.એમ ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદની જાહેર અખબારી યાદીમાં જણાવાયું છે.









