હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહા શિવરાત્રીના પાવન પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાવનગર

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામમાં કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે મહા શિવરાત્રીના પાવન પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું.

નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો.

Leave a Comment

और पढ़ें