સાબરમતી આશ્રમના 28 મકાનોની રિસ્ટોરેશન કામગીરીમાંથી 22નું રિસ્ટોરેશન પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

સાબરમતી આશ્રમના 28 મકાનોની રિસ્ટોરેશન કામગીરીમાંથી 22નું રિસ્ટોરેશન પૂર્ણ, માર્ચ-26 સુધીમાં રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થઈ જશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક; ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષભાઈ સંઘવી, ગવર્નિંગ કાઉન્સિલના સભ્યઓ તથા સંબંધિત સચિવઓ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રેરણાથી હાથ ધરાઈ રહેલ સાબરમતી આશ્રમના નવીનીકરણની કામગીરીની પ્રગતિની સમીક્ષા; મુલાકાતીઓ આશ્રમની મુલાકાત સાથે યોગ્ય સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકે તેના વિવિધ પાસાંઓ અંગે ચર્ચા-વિમર્શ.

Leave a Comment

और पढ़ें