ઉચ્છલમાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન’ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉચ્છલ વિકાસ શાહ

ઉચ્છલ તાલુકાના સુમુલ ડેરી શીત કેન્દ્ર સંકુલ ખાતે જિલ્લા કક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન અને પોષક અનાજ’ શિબિરમાં ઉપસ્થિત રહીને રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ થી જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, વેચાણ, આવક અને બજાર માંગ વધે છે. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ઝેર મુક્ત એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે.

પ્રાકૃતિક કૃષિ થી જમીનની સાથે ઉત્પાદનની સાથે ગુણવત્તા વધે છે, વેચાણ સાથે આવક તો વધે જ છે, સાથે તેની બજારમાં માંગ પણ વધે છે. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રાકૃતિક કૃષિને ખાસ મહત્વ આપી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પણ અગાઉ તાપી જિલ્લાની મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે.

કમોસમી વરસાદના લીધે પાક નુકસાનીની વ્યાપક સહાય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ અન્ય યોજનાઓ દ્વારા સરકારે ખેડૂતોની દરેક ચિંતાનું નિરાકરણ કર્યું છે.

મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે લાભાર્થીઓને રૂ. ૧૩,૫૦૦ની સહાય, આયુષ્માન ભારત યોજના તથા બાગાયત વિભાગ અંતર્ગત ફાર્મ મેકેનાઈઝેશન ઘટકમાં લાભાર્થીને રૂ. ૧,૬૯,૭૧૧ની સહાયના મંજૂરી ઓર્ડર એનાયત કરાયા હતા.

મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. ઉપરાંત, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ખેડૂતોના મૂંઝવણ ભર્યા પ્રશ્નોનું માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિ આધારિત સ્ટોલ્સ, બાગાયત-ખેતીવાડી, આરોગ્ય તેમજ આઈસીડીએસના સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રતિનિધિઓને નાગરિકો સુધી વધુમાં વધુ સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

Leave a Comment

और पढ़ें