અમદાવાદ


અમદાવાદની સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ‘રેનબસેરા’ અંતર્ગત વિશાળ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળ ધરાવતા આ ભવનનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 24,436 ચો.મી. છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકોની ક્ષમતા ધરાવતી વિશાળ કેન્ટિન અને આધુનિક રસોડું તેમજ અન્ય સુવિધાઓમાં ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ તેમજ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે 8 દુકાનોની વ્યવસ્થા કરાઈ છે…
આ રેનબસેરામાં સ્વચ્છ ડોરમેટરી, શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકરની સુવિધા પણ ઉપલબ્ધ જ્યારે ટ્રાફિકની સમસ્યા નિવારવા બેઝમેન્ટમાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા…









