કુકરમુંડાની પીએમશ્રી બેજ પ્રાથમિક શાળા દ્વારા ભવ્ય ‘મતદાન જાગૃતિ સાયકલ રેલી’ યોજાઈ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ્સ દ્વારા ગ્રામજનોને મતદાન કરવા પ્રેરિત કર્યા…

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરાઈ છે, ત્યારે ‘સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની પીએમશ્રી બેજ પ્રાથમિક શાળા તેમજ નિઝર તાલુકાની ગુજ્જરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિના ઉમદા આશય સાથે સાયકલ રેલી યોજી હતી.

ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો જોડાયા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સાયકલ પર ‘મતદાન આપણો અધિકાર છે’, ‘મારો મત, મારી ઓળખ’ જેવા લખાણ ધરાવતા આકર્ષક પ્લેકાર્ડ્સ અને બેનરો થકી નાગરિકોને જાગૃત કર્યા હતા.

ગ્રામજનોએ પણ વિદ્યાર્થીઓના આ નવતર પ્રયાસને બિરદાવી આગામી ચૂંટણીમાં પ્રત્યેક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સંદેશ આપ્યો હતો.

Leave a Comment

और पढ़ें