કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને તાપી ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીની બેઠક યોજાઈ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાની ઉપસ્થિતિમાં તાપી ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ તેમજ પ્રવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓમાં વધારો કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટર દેવ ચૌધરીએ વિવિધ પ્રવાસન સ્થળોની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે સ્થળવાર ઉપલબ્ધ સુવિધાઓ, પ્રવાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કઈ નવી સુવિધાઓ વિકસાવી શકાય, વિકાસલક્ષી કામગીરીની સંભાવનાઓ તેમજ વિવિધ યોજનાઓ હેઠળ જરૂરી ખર્ચનું આયોજન કેવી રીતે કરી શકાય તે અંગે અધિકારીઓના અભિપ્રાયો મેળવી રચનાત્મક ચર્ચા કરી હતી.

કલેક્ટર દેવ ચૌધરીએ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને આકર્ષક રીતે વિકસાવવા માટે સંકલિત આયોજન સાથે પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળો પૈકી ઇકોટુરિઝમ આંબાપાણી, ઇકોટુરિઝમ સેન્ટર ગુસમાઈમાડી મંદિર, પદમડુંગરી તથા સોનગઢ કિલ્લાના વિકાસ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ સ્થળોએ બ્યુટિફિકેશન, પ્રવાસીઓ માટે શૌચાલય અને પીવાના પાણીની સુવિધા, ગઝેબો, બાકડા, રમતગમતની સુવિધાઓ તેમજ અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ડોસવાડા ડેમ અને બુહારી તળાવ ખાતે પણ પ્રવાસનને પ્રોત્સાહન મળે તેમજ જિલ્લામાં આવેલા અન્ય પ્રવાસન અને યાત્રાધામોના વિકાસને કેન્દ્રમાં રાખીને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

જામકી અને થુટી જેવા કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ પ્રવાસન સ્થળો છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ સ્થળોના સુનિયોજિત વિકાસ અને પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં પણ આયોજનબદ્ધ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Comment

और पढ़ें