તાપી પોલીસના નિઝર ડિવિઝન દ્વારા “તેરાતુજકો અર્પણ” કાર્યક્રમ!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી નિઝર

તાપી જિલ્લા પોલીસના નિઝર ડિવિઝન દ્વારા ,’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 16 મોબાઇલ ફોન, 1 ઇલેક્ટ્રિક મોટર, 5 મોટરસાયકલ, 4 ફોરવ્હીલર, 1 રિક્ષા, ચાંદીના ઘરેણાં, 1 પ્રિન્ટર, 50 કિલો તુવેર તથા રૂ. 5.58 લાખ રોકડ સહિત કુલ રૂ. આશરે 31 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અર્પણ.”

તાપી પોલીસ ના નિઝર ડિવિઝન દ્વારા “તેરાતુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત અપાયો હતો.

નિઝર ડિવિઝન, જિલ્લા તાપી અંતર્ગત સોનગઢ, ઉકાઈ, ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓ અને અરજીઓની તપાસ દરમિયાન ચોરી થયેલો, ગુમ થયેલો અથવા કાયદેસરની કાર્યવાહી દરમિયાન કબજે કરાયેલ મુદ્દામાલ તપાસ પૂર્ણ થયા બાદ તેના મૂળ હકદાર ફરિયાદી તથા અરજદારોને પરત આપવામાં આવ્યો હતો.
આજરોજ નિઝર ડિવિઝન દ્વારા આયોજિત “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રોકડા રૂપિયા 558965/- મુદ્દામાલ તથા 16 મોબાઇલ ફોન, 1 ઇલેક્ટ્રિક મોટર , 4 સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ, 1 રોયલ એનફિલ્ડ બુલેટ, 2 બોલેરો પિકઅપ, 1 પિયાજિયો રિક્ષા, 2 ફોરવ્હીલર, 50 કિલો તુવેર, 1 પ્રિન્ટર, ચાંદીના ઘરેણાં તથા 1 પાવર બેંકનો સમાવેશ થાય છે.
પોતાનો કિંમતી મુદ્દામાલ પરત મળતા ફરિયાદી તથા અરજદારોએ ગુજરાત પોલીસની ઝડપી, પારદર્શક અને અસરકારક કામગીરી બદલ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમજ પોલીસ વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તાપી પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ જનતાના હિતમાં આવી જ નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें