પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાટણ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (BISAG)ના માધ્યમથી સમગ્ર રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો; તેમજ અધિકારીઓ અને પ્રશિક્ષકોને આ મિશન માટે સમર્પણભાવથી કામ કરવા અપીલ કરી…

રાજ્યપાલએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો વૈજ્ઞાનિક ભેદ સમજાવ્યો; પ્રાકૃતિક ખેતી એ અબજો સૂક્ષ્મ જીવાણુઓથી થતી શૂન્ય ખર્ચની ખેતી છે…

ગામડે-ગામડે જઈને તાલીમ આપતી કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને રાજ્યપાલએ અનુરોધ કર્યો કે, તેઓ પોતાના ખેતરને ‘પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ’ બનાવે, ખેડૂત જોઈને વધુ ઝડપથી શીખે છે. દરેક ખેડૂત પોતાની કુલ જમીનના ચોથા ભાગમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી અપનાવી શરૂઆત કરે…

Leave a Comment

और पढ़ें