તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ યોજાયા…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા યોજી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતનું અપમાન સહન નહીં કરવામાં આવે: ભાજપ ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર ગુજરાત અને તેની અસ્મિતાને ઠેસ પહોંચાડનારા નિવેદનો કરવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેનું તાજેતરનું નિવેદન સમગ્ર ગુજરાતનું અપમાન છે, જેના વિરોધમાં આજે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે મૌન પાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તાપી જીલ્લા પ્રમુખ વિશાલભાઈ પટેલ, તાપી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન મિસ્ત્રી, વ્યારા નગર પ્રમુખ પ્રશાંતભાઈ પંચાલ, મહામંત્રી નિમેષભાઈ સરભણીયા સહિત જિલ્લા અને મંડળના વિવિધ પદાધિકારીઓ, મોરચાના સભ્યો અને પાયાના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધી શિસ્તબદ્ધ રીતે મૌન ધારણામાં ભાગ લીધો હતો અને કોંગ્રેસની માનસિકતા સામે સવાલો ઉઠાવ્યા હતા.

Leave a Comment

और पढ़ें