વ્યારા નગરપાલિકા ખાતે 11માં તબક્કાનો ‘સેવા સેતુ 2.0’ કાર્યક્રમ યોજાયો…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

ગુજરાત સરકારના પ્રજાભિમુખ અભિગમને સાર્થક કરવાના હેતુથી વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ‘સેવા સેતુ 2.0 શહેરી’ કાર્યક્રમનો ૧૧મો તબક્કો ઉત્સાહભેર યોજાયો હતો.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ રિતેશભાઇ એચ. ઉપાધ્યાય, સામાજિક અગ્રણી હેમંતભાઇ તરસાડીયા અને કચેરી અધિક્ષક મનિષભાઇ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રિતેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું કે, સેવા સેતુ કાર્યક્રમ એ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં વહીવટી તંત્ર સામે ચાલીને અરજદારો સુધી પહોંચ્યું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનોએ આ સુવિધાનો લાભ લીધો હતો અને સરકારના આ પારદર્શી વહીવટની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો, જેમાં જટિલ પ્રક્રિયાઓનું નિવારણ ખૂબ જ સરળતાથી કરવામાં આવ્યું હતું.

વહીવટી પ્રક્રિયાના સરળીકરણ અને નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેવા સેતુ કેમ્પ દરમિયાન એક જ છત નીચે ૫૮ થી વધુ લોકકલ્યાણકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડની કામગીરી, આધાર કાર્ડ અપડેટ અને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ જેવી મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ દરમિયાન મળેલી કુલ ૧૬૪૫ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરીને અરજદારોને ત્વરિત રાહત આપવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें