ગાંધીનગર
ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદના અધ્યક્ષ દ્વારા આગામી તા. 11/05/2026 થી તા. 07/06/2026 દરમિયાન પંચ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પંચની નિયમિત સુનાવણીની કામગીરી બંધ રહેશે. જોકે, માત્ર તાકીદની સુનાવણીના કેસો (કામચલાઉ મનાઈ હુકમવાળા) અથવા તો જે કેસોમાં વેકેશન પહેલાં બંને પક્ષકારોએ લેખિત સંમતિ આપી હોય અને પંચ દ્વારા તે ગ્રાહ્ય રાખવામાં આવી હોય, તેવા કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે.
વેકેશન દરમિયાન ગુજરાત મહેસૂલ પંચની કચેરીનો કામકાજનો સમય રજાના દિવસો સિવાય સવારે 10:30 થી સાંજે 6:10 કલાકનો રહેશે. આ સમય દરમિયાન નવી અપીલ, રિવિઝન અરજીઓ વગેરે સ્વીકારવા માટેની જરૂરી વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે, જેથી અરજદારોને મુશ્કેલી ન પડે. આ અંગે જાહેર જનતાની જાણકારી માટે નિવાસી અધિક કલેક્ટર, તાપી-વ્યારા દ્વારા આ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે.







