તાપી જિલ્લામાં આગામી ૨૪ માર્ચ તાલુકા અને ૨૫ માર્ચ-૨૦૨૬ ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં માર્ચ -૨૦૨૬નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૪ માર્ચના રોજ વિવિધ મામલતદાર કચરીઓ ખાતે જયારે માર્ચ માસ-૨૦૨૬ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ માર્ચના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.

જેમાં ૨૪ માર્ચના રોજ, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, વાલોડ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે,તેવી રીતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે,પોલીસ અધિક્ષક, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, પ્રાયોજના વહિવટદાર સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉકાઈ ખાતે, નાયબ કલેક્ટર-૧ વ્યારાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, પ્રાંત અધિકારી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, પ્રાંત અધિકારી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.એમ તાપી જિલ્લા કલેક્ટર તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Comment

और पढ़ें