વ્યારા
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા વ્યારા ખાતે સોનગઢ તાલુકાના મિશન ક્લસ્ટર નિશાણા, બંધારપાડા, ઘાશ્યામેઢા અને બોરકુવા ક્લસ્ટરના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિષય નિષ્ણાત પ્રતિભાબેન કોંકણી દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂત નટવરભાઈ ગામીતે છેલ્લા 3-4 વર્ષના પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવ ખેડૂતો મિત્રો જણાવ્યા હતા અને આ પદ્ધતિથી મળતા સકારાત્મક પરિણામોની જાણકારી આપી હતી.
આ તાલીમ અંતર્ગત ખેડૂતોને મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી તેમજ જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું.જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે સોનગઢ તાલુકાના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ખેતી મદદનીશ નિલમબેન ગામીત તથા તાલુકા પ્રોજેક્ટ મેનેજર સ્વાતિ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વચ્ચે સંકલન મજબૂત બને અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રયત્નો કર્યા હતા.
કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી તાલીમો યોજવાની આશા વ્યક્ત કરી હતી.










