ચોટીલા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું; રાજ્યના પ્રથમ નાગરિક હોવા છતાં, અત્યંત સાદગીપૂર્ણ રીતે ધીરુભાઈ વાઘેલાના નિવાસસ્થાને ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું.
રાજ્યપાલએ વાઘેલા સભ્યોના ખબર-અંતર પૂછ્યા તેમજ પિતૃતુલ્ય વાત્સલ્ય સાથે બાળકો સાથે વિશેષ સમય વિતાવ્યો-બાળકોને મન લગાવીને ભણવા અને માતા-પિતા સહિત દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે ધીરુભાઈ વાઘેલાના પરિવારે રાજ્યપાલને ભારતનું સંવિધાન પુસ્તક અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાજ્યપાલએ ઉપસ્થિત સૌને જીવનમાં વ્યસનનો ત્યાગ કરવા અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી કુળનું ગૌરવ વધારવા જણાવ્યું હતું.








