“મહિલા સંવાદથી મજબૂત થશે વિકસિત ભારતની દિશા”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાલોડ

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલોડ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યશસ્વી પ્રધાનમંત્રી Narendra Modi સાહેબના દૃઢ અને દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ માટે થયેલા મહત્વપૂર્ણ કાર્યો, તાજેતરના બજેટની મહિલા કેન્દ્રિત યોજનાઓ તેમજ ભવિષ્યના ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ઉપપ્રમુખ ઝંખનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મહિલાઓને પ્રેરણાદાયી સંદેશ આપીને આત્મવિશ્વાસ અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ દરમિયાન પ્રદેશ ભાજપ મંત્રી કૈલાશબેન ગામીત, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા મહામંત્રી અમિતભાઈ પટેલ, વાલોડ ભાજપ પ્રમુખ પરિમલસિંહ સોલંકી, મહામંત્રીઓ ધવલ શાહ તથા અશોક ચૌધરી, તેમજ મહિલા મોરચાના નવ-નિયુક્ત અધ્યક્ષ કલ્પનાબેન મિસ્ત્રી, મહામંત્રીઓ મનીષાબેન દેસાઈ અને યોગિતાબેન વાળવીની વિશેષ ઉપસ્થિતિ સાથે જિલ્લા ભાજપના નવ-નિયુક્ત હોદ્દેદારઓ તથા જિલ્લા અને તાલુકા પંચાયતના માનનીય સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કોંગ્રેસની વિચારધારા નો ત્યાગ કરી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલ, કૈલાશબેન ગામીત અને જિલ્લા અધ્યક્ષ સુરજભાઈ ના હસ્તે સોનગઢ અને વ્યારા નગર ના 20 જેટલા કોંગેસના મહિલા કાર્યકર્તા ઓ એ ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કર્યો હતો.

Leave a Comment

और पढ़ें