ઉરછલ
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સખી મંડળને મસાલા મશીન કીટનું વિતરણ કર્યુ હતુ.
ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, બહેનો પગભર બને, તેઓ પરિવારને આર્થિક ટેકારૂપ બને તે માટે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક સશક્તિકરણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસરો ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંગભાઈ વસાવા, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર સિંધે સહિત તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








