નર્મદા
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે રાષ્ટ્રીય યુનિટી માર્ચ અંતર્ગત રાજપીપલા ખાતે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સરદાર ગાથા – ‘સમાજ સુધારક સરદાર’ વિષય પર વ્યાખ્યાન આપતાં સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રનિર્માણના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો.
આ અવસરે વરિષ્ઠ નાગરિકો, રમતવીરો, વિવિધતા ક્ષેત્રે સિદ્ધિ બદલ સન્માન પત્ર આપીને સન્માનિતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
‘લોહપુરુષ’ સરદાર પટેલજીએ 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં પરોવીને એક ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં રૂપાંતરિત કર્યું, ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ‘વિકસિત ભારત’ ના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
આ ભવ્ય કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ મંત્રી નિર્મલા વાધવાણી, નીલભાઈ રાવ, ધર્મિષ્ઠાબેન પટેલ, ઘનશ્યામભાઈ પટેલ સહિત દેશભરના પદયાત્રીઓ, મહિલાઓ, બાળકો, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.












