તાપી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ આજે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ફાર્મ ની મુલાકાત લીધી હતી.
ફાર્મ ની મુલાકાત બાદ પરત ફરતા માર્ગમાં રાજ્યપાલએ માર્ગ કિનારે ખેતરમાં ખેડૂતોને શેરડીની કાપણી કરતા જોઈ, પોતાનો કાફલો અટકાવ્યો અને સ્વયં ખેડૂતો સાથે ખેતરમાં ઉતરીને શેરડીની કાપણી કરી હતી.
રાજ્યપાલએ ખેડૂતો સાથે સાદગી પૂર્વક વાતચીત કરી, તેમના અનુભવ જાણી અને શ્રમજીવી જીવન પ્રત્યેનો સન્માન વ્યક્ત કર્યો હતો.











