સરદાર પટેલની 150 મી જન્મ જયંતિ નિમિતે તાપી માં સરદાર એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા અને નિઝર વિધાનસભા માં સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
તા: 17/11/2025 ના રોજ વ્યારા વિધાનસભા માં બિરસા મુંડા ની મૂર્તિથી ખુશાલપુરા સુધી આશરે 10 થી 12 કિલોમીટર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ પદયાત્રા દરમિયાન થોડા થોડા અંતરે સભાઓ પણ યોજવામાં આવશે
તા 18/11/2025 ના રોજ નીઝર વિધાનસભામાં પીપલોદ થી નિઝર ગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સરદાર એકતા યાત્રા માં મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્યો તેમજ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને આમ નાગરિકને પણ મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.










