તાપી વ્યારા

ગુજરાત સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખીને વ્યારા મામલતદાર કચેરી ખાતે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ મંગળવારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા માટે અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી.
કાર્યક્રમ દરમિયાન તાલુકાના નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ જમીન, શિક્ષણ, પંચાયત અને સ્થાનિક વહીવટી પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર સહિત સંબધિત વિભાગના જવાબદાર અધિકારીઓ સમક્ષ અરજદારોના પ્રશ્નો રજૂ કરી સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન અને જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા.
કલેક્ટરએ અરજદારોની રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી, અરજીઓનો હકારાત્મક અને સમયબદ્ધ નિકાલ કરવા, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે સમગ્ર વહીવટી તંત્રને સુચનાઓ આપી હતી.










