વ્યારા નગરપાલિકા દ્વારા જુનુ બસ સ્ટેન્ડ તોડવા અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અંગે ચીફ ઓફિસર વ્યારાની સ્પષ્ટતા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

સ્થાનિક વર્તમાનપત્રમાં ‘વ્યારા પાલિકાએ ST વિભાગની મંજુરી વગર જુનુ બસ સ્ટેશન તોડીને નવુ બનાવી દીધુ’ “શિર્ષક” વિષે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, નગરપાલિકા દ્વારા અગાઉ જે બસ સ્ટેન્ડનું બાંધકામ કરવામાં આવ્યુ હતુ, તે અત્યંત જૂનું અને જર્જરીત હતુ.

આ બસ સ્ટેન્ડ ગામની મધ્યમાં આવેલ હોય અને તેનો લોક-વપરાશ થતો હોવાથી તેને ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો તેમજ આ કામગીરી માટે સરકારની ગ્રાન્ટનો ઉપયોગ લોકહિત માટે જ કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ પર બનાવવામાં આવેલી દુકાનોથી નગરપાલિકાને આવકનો સ્ત્રોત મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલ છે.

વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે, તા. ૦૭.૦૩.૧૯૬૫ના રોજ ‘ડિવિઝનલ કંટ્રોલર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, સુરત’ દ્વારા કરવામાં આવેલ કબૂલાતના આધારે જણાય છે કે, આ જગ્યા તે સમયે નગર પંચાયત વ્યારાની માલિકીની હતી. આ અંગે રેકર્ડ પર સુધારો કરવા માટે અત્રેની કચેરીના પત્ર ક્રમાંક: જા.નં. ૪૭૭/૨૫-૨૬, તા. ૧૪.૦૭.૨૦૨૫ થી ‘સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, વ્યારા’ ને પત્ર લખવામાં આવેલ છે.

આથી, સદર જગ્યા પોતાની માલિકીની હોવાથી અન્ય કોઈની મંજૂરી કે સંમતિ મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વધુમાં, આ કામની તાંત્રિક મંજૂરીમાં મંજૂર થયેલ નકશા મુજબ જ દુકાનોનું આયોજન કરી તે કમ્પોનન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें