ગીધમાળી આયા ડુંગર પર આદિવાસીઓને પૂજા કરવા જતા પોલીસ દ્વારા અટકાવમાં આવ્યા..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનગઢ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ નાના બંધારપાડા ગામનો ગીધમાળી આયા ડુંગર ફરી વિવાદમાં આવ્યો

જો ખ્રિસ્તીઓને ત્યાં પ્રાર્થના કરવાં દેવા જવામાં આવતા હોઈ તો આદિવાસીઓને એમની કુળદેવીની પૂજા કરતા કેમ અટકાવવામાં આવે છે ?

હિજરી લઈને આવતા દેવ બિરસા સેનાના અધ્યક્ષ અને કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા ..

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ નાના બંધારપાડા ગામનો ગીધમાળી આયા ડુંગર ફરી વિવાદમાં આવ્યો છે. નાનાં બંધારપાડા ગામે આવેલ ગીધમાળી આયા ડુંગર પર ધાર્મિક સ્થળને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

આ ડુંગર પર ખ્રિસ્તી સમાજ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી પ્રાર્થના કરવામાં આવે છે.

દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ આદિકાળ થી દરવર્ષે પકવેલું અનાજ આ ગીધમાળી ડુંગર પર કણી કંસરીની પૂજા કરી ચઢાવે છે, ત્યાર બાદમાં ઉપયોગમાં લેતો આવ્યો છે. ત્યારે કેટલાક સમય પહેલા આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેતા પરંપરાગત કણી કંસરીની પૂજા અટકવા પામી છે. ત્યારે દેવ બિરસા સેના દ્વારા આજે ગીધમાળી ડુંગર પર હિજારી (એક ટોપલીમાં પકવેલું અનાજ અને પૂજાની સામગ્રી) લઈને ગીધમાળી આયા ડુંગર પર જવા આહવાન કર્યું હતું અને તાપી જિલા પ્રશાસન પાસે મંજુરી માંગવામાં આવી હતી જો કે પોલીસે આ ગીધમાળી ડુંગરને ચુસ્તબંદોબસ્ત સાથે અભેદ કિલ્લામાં ફેરવી દીધું હતું. અને દેવ બિરસા સેનાના કાર્યકરોને જતા અટકાવ્યા હતા. જો કે આદિકાળથી પૂર્વજો દ્વારા આ ડુંગર પર કરાતી પૂજા અટકતા અને ખ્રિસ્તીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें