સોનગઢ

રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત, તાપી જિલ્લાના સંગઠન પ્રમુખ સુરજ વસાવાની ઉપસ્થિતિમાં સોનગઢ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વ્યાપાર-સહયોગી નીતિઓ, આત્મનિર્ભર ભારતના વિઝન અને સ્થાનિક ઉદ્યોગ વેપારીઓને મળતા પ્રોત્સાહનો અંગે માહિતી મેળવી.
આ અવસરે પ્રકાશચંદ્ર અને કલ્પેશભાઈ ઢોડીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યો, સુવિધા સુધારણા અને નાના – મધ્યમ ઉદ્યોગોને મળતા સશક્તિકરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રભારી મધુભાઈ કથેરીયા, પંચાયત અધ્યક્ષ જાલમસિંહ વસાવા, ભાજપ મહામંત્રીઓ અમિત પટેલ , નિખિલભાઇ શેઠ, મૃણાલ જોશી, પ્રદેશ કારોબારી સભ્યો કાંતિભાઈ ગામીત, રાજેન્દ્રસિંહ કુંવર, પૂર્વ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, સોનગઢ નગરપાલિકા અધ્યક્ષ સારિકાબેન પટેલ, જિલ્લા ભાજપના નવ નિયુક્ત હોદ્દેદારો, જિલ્લાના તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, કાર્યકરો તેમજ વ્યાપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.









