માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ દ્વારા ઈ વિહિકલ રિક્ષાનુ વિતરણ કરવામાં આવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

માંડવી

માંડવીના ધારાસભ્ય અને માજી મંત્રી કુંવરજીભાઈ હળપતિના માંડવી જન સંપર્ક કાર્યાલય ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત દ્વારા માંડવી અને અરેઠ તાલુકાના ગામોના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે. ડોર -ટુ -ડોર કચરા સંકલન માટે આધુનિક આધુનિક ઇ રિક્ષાનુ વિતરણ કરવામાં આવ્યું.

આ પહેલ સ્વચ્છતા, પર્યાવરણ, સંરક્ષણ અને ગ્રામ વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબંધિતાનું ઉત્તમ પ્રતિબિંબ છે. ગામડાઓને સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવાના સંકલ્પ સાથે ઈ રિક્ષા ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગીદારો બનાવશે અને સ્વચ્છ ગ્રામ – સમૃદ્ધ ગ્રામ ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ પ્રસંગે તાલુકા અને જિલ્લા સ્તરના આગેવાનો, સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें