જુનાગઢ


નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગિરનાર દરવાજાથી ખુલ્લા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા; આ પદયાત્રા દરમિયાન હર હર મહાદેવ, ૐ નમઃ શિવાયના જયઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું.
આ પદયાત્રામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્ય ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ સહભાગી થયા; આ અવસરે નાયબ મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોનું વિવિધ સંસ્થાઓ, અગ્રણી, નાગરિકોએ પુષ્પવર્ષાથી સ્વાગત અભિવાદન કર્યું.
મહા શિવરાત્રીના મેળામાં ગિરનારની પવિત્ર ભૂમિ પર ખુલ્લા પગે ચાલીને સંતો મહંતોના નગર પ્રવેશ યાત્રામાં સહભાગી થઈને મને એક અલૌકિક અનુભૂતિ થઈ છે, આ મારા જીવનની એક યાદગાર પળ છે: નાયબ મુખ્યમંત્રી











