તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનગઢ વિકાસ શાહ

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે આદિવાસી સંમેલન અને પ્રદેશના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, આદિજાતિ મોરચા ના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા, આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી સાથે સોનગઢ નગરમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી સમાજ ના નૃત્ય સાથે સોનગઢ નગર માં ફરેલ રેલી સોનગઢ સાર્વજનિક હાઈસ્કુલ ના ગ્રાઉન્ડમાં એક જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી, આ વેળાએ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસીઓ માટે કરેલ કામોની વાત કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની આદિવાસી પ્રત્યેની માનસિકતા અંગે ઉપસ્થિતોને માહિતી આપી આડેહાથ લીધા હતા.

કાર્યક્રમ દરમ્યાન પ્રદેશ કક્ષાએ નવનિયુક્ત થયેલા પદાધિકારીઓનો ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અઢીસો જેટલા કોંગ્રેસી કાર્યકરો બીજેપીમાં જોડાયા હતા. આખરે આ સભા આવનાર પંચાયતની ચૂંટણી ને લઈને થઈ હોવાનો ગણગણાટ સભામંડપ માં ઊભો થયો હતો.

 

Leave a Comment

और पढ़ें