માંગરોળ


ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થવા બદલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ , પ્રદેશ એસટી મોરચાના પ્રમુખ અને ધારાસભ્ય ગણપત ભાઈ વસાવા, તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત અભિવાદન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી જયરામભાઈ ગામીત,નરેશભાઈ પટેલ, ધારાસભ્યઓ મુકેશભાઈ પટેલ,સંદીપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઈ ઢોડીયા,જિલ્લા સંગઠન પ્રમુખ ભરત ભાઈ રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ,કિશનભાઇ પટેલ, સહકારી આગેવાનો રાજેશભાઈ પાઠક,દિલીપ સિંહ રાઠોડ,તથા જિલ્લાના તમામ મંડળ મોરચાંના પ્રમુખઓ, મહામંત્રીઓ,તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.









