બારડોલી

ભારતીય જનતા પાર્ટી સુરત જીલ્લાના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડજી ની અધ્યક્ષતામાં પ્રદેશ કિસાન મોર્ચાના નવનિયુક્ત અધ્યક્ષ હિરેનભાઈ હીરપરાજી ની વરણીબાદ પ્રદેશ પ્રવાસની પ્રથમ શરૂઆત સુરત જીલ્લા થી થઈ હતી. આ સાથે પ્રદેશ કિસાન મોર્ચાના અધ્યક્ષ હિરેનભાઈ હિરપરાજી એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ સરદાર નગરી એવા સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સ્વરાજ આશ્રમ અને ત્યાર બાદ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જનસંપર્ક કાર્યાલય, ત્યાર બાદ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ, બારડોલી સુગર ફેક્ટરીના ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી, અને ત્યાં સુ.જી.કિ.મોર્ચા સાથે એક ગોસ્ટી મીટીંગ તથા આગામી કાર્યક્રમ અને મોર્ચા લક્ષી મહત્વની મીટીંગ નુ આયોજન સુરત જીલ્લા કિસાન મોર્ચો ધ્વારા રાખવામા આવ્યું હતું.
સહકારી આગેવાનો તથા બારડોલી તાલુકાના અલ્લુ ગામમાં રહેતા ખેડૂત અમિતભાઈ ઠાકોરભાઈ પટેલ એ પોતાના ખેતરમાં કરેલી પ્રાકૃતિક ખેતીની સમીક્ષા કરી હતી.અને ખેડૂત મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ પ્રસંગે સુરત જીલ્લાના સંગઠન મહામંત્રી કિશનભાઇ પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર,બારડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નિલેશભાઈ દેવધરા, મહામંત્રી જીગર ભાઈ દેસાઈ, વિમલભાઈ પટેલ, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી મહેન્દ્ર ભાઈ પટેલ, આનંદભાઈ દેસાઈ, આશિષભાઈ દેસાઈ, ચિરાગ પટેલ, પ્રગ્નેશ ભાઈ નાયક, બારડોલી નગર પાલિકાના પ્રમુખ ધર્મેશ ભાઈ પટેલ,બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત ભાઈ જૈન, મહામંત્રી નિસર્ગ મહેતા, મુકેશભાઈ પટેલ,તાલુકા સંગઠન પ્રમુખ ડો. આનંદ ભાઈ પટેલ મહામંત્રી જીતુભાઈ વાસીયા , હિમાંશુ પટેલ તથા દક્ષિણ ગુજરાતના કિસાન મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.








