ઉચ્છલ તાલુકામાં રૂ. ૮.૦૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉરછલ વિકાસ શાહ

રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ઉચ્છલ તાલુકામાં રૂ. ૮.૦૬ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ તથા પાયાની સુવિધાઓ મજબૂત બનાવવામાં પ્રતિબદ્ધ છે.

બાળકો એ દેશનું ભવિષ્ય છે, અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ અમારી પ્રાથમિકતા છે. નવા ઓરડાઓ-શાળા બનવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે.

ઉચ્છલ તાલુકામાં રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે લાલમાટી (સુંદરપુર) એપ્રોચ રોડ, રૂ. ૩૧.૫૦ લાખના ખર્ચે બાબરઘાટ થી આમલાન રોડ, રૂ. ૬૦ લાખના ખર્ચે બાબરઘાટ ફાટા થી મૌલીપાડા રોડ, રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે છાપટી ગામના બસ સ્ટેન્ડ થી પશ્ચિમ દિશામાં પાતાલ કુવા થઈને કમલાપુરના સ્મશાનને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે વડપાડા નેશુ ગામથી ફીલીપભાઈના ઘર સુધી રોડ, રૂ. ૬૦ લાખના ખર્ચે નારણપુર ગામે લાઈબ્રેરીનું કામ, રૂ. ૮૦ લાખના ખર્ચે કરોડ પટેલ ફળીયા થી બેડાપાણી તળાવને જોડતો રસ્તાનું કામ તેમજ રૂ. ૩૪.૬૦ લાખના ખર્ચે ગવાણ વિલેજ સરકારી શાળાથી સાગ ફળીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મંત્રીએ તાલુકામાં શિક્ષણ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંદાજિત રૂ. ૨.૫૫ કરોડનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે મોહીની પ્રાથમિક શાળામાં નિર્મિત ૬ નવા ઓરડા, રૂ. ૮૯.૭૨ લાખના ખર્ચે નવા વડગામ પ્રાથમિક શાળામાં ૪ ઓરડા, જૂની કાચલી પ્રાથમિક શાળાના ૨ ઓરડા તથા રૂ. ૧૯.૯૩ લાખના ખર્ચે સેવટી પ્રાથમિક શાળામાં નિર્મિત ૧ ઓરડાનું લોકાર્પણ કર્યું હતું. સુવિધાયુક્ત શાળાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

આ સાથે મંત્રીએ કુલ મળીને રૂ. ૮૦૬. ૩૩ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગ્રામજનોને વિકાસની ભેટ અર્પણ કરી હતી.

Leave a Comment

और पढ़ें