શું આઝાદી પછી પણ આવી જ રીતે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવું કેટલું યોગ્ય??

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગણેશભાઈ વાંસદા

આજથી ૨૦ વર્ષ પહેલા વાંસદા તાલુકાના સરા ગામના પંચાયત દફતરે નોંધ પાડી સરકારી ગ્રાન્ટથી એક મેટલ રોડ બનાવવામાં આવ્યો હતો, આ રસ્તો તાડ ફળિયા માંથી જમીન માલિકોના ખેતરમાંથી જતો હોવાથી એકબીજાના આંતરિક વિવાદમાં રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં સરપંચો આવ્યા અને ગયા, મામલતદારને પણ મૌખિક રજૂઆત અને લેખિતમાં પણ આપ્યું હતું તેમ છતાં આજ દિન સુધી કોઈના પણ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

છેલ્લા પાંચ વર્ષથી કોર્ટનો હુકમ આવ્યો છે, છતાં કોઈ પણ વહીવટી તંત્ર આ રસ્તો બનાવવા માટે આગળ આવતું નથી. તાળ ફળિયામાં અંદાજિત ૧૦ જેટલા કુટુંબો રહે છે, માણસના મરણ સમયે પણ રસ્તો ન હોવાથી ખેતરે ખેતરે લઈને જવું પડે છે. ખરેખર આ શરમજનક વાત છે! ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચોમાસાની સિઝનમાં તો આ 10 કુટુંબો કેવી રીતે જીવન વિતાવતા હશે ? ગામના સરપંચ અને વહીવટી તંત્ર આ બાબતે ધ્યાનમાં લઇ ને વહેલા માં વહેલી તકે આ રસ્તા બાબતનું નિરાકરણ લાવે એ જ ગામ લોકોની માંગ છે.

 

Leave a Comment

और पढ़ें