તાપી જિલ્લામાં ૧૪ અને ૧૫ માર્ચ દરમિયાન ભવ્ય ‘આદિજાતિ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

ગુજરાત રાજ્યની ભવ્ય આદિજાતિ કલા અને સંસ્કૃતિના જતન તથા સંવર્ધન માટે આદિજાતિ યુવક-યુવતીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવા અને સમાજના અન્ય વર્ગો સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના હેતુથી, વર્ષ ૨૦૨૬નો ‘આદિજાતિ મહોત્સવ’ તાપી જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે.

આ મહોત્સવનું આયોજન ૧૪ થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યોની ટ્રાયબલ ટીમો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. મંત્રીઓ, મહાનુભાવો, જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક જનમેદનીની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.

Leave a Comment

और पढ़ें