‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં વૃક્ષારોપણ કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં ‘એક પેડ માં કે નામ અભિયાન ૨.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલએ દેશી બદામનું વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણની સાથે માણેકપુર ગામના બજારમાં ગ્રામજનો, અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ સાથે મળીને સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવા અપીલ કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મનુષ્યને અન્ન વગર ચાલે પરંતુ ઓક્સિજન વગર નહીં ચાલે. વૃક્ષો જ ઓક્સિજન આપે છે. રાજયપાલએ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપણી બધાની જવાબદારી છે. તેમજ વૃક્ષ મનુષ્યને આજીવન અર્પણ કરે છે કોઈ વસ્તુ આપણી પાસેથી કશું લેતુ નથી. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા માટે વૃક્ષો મહત્વના છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર વિપિન ગર્ગે, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલિયા, જિલ્લા પોલીસ વડા જશુભાઈ દેસાઈ, આસી. કલેક્ટર ઓમકાર શિંદે, રિતિકા આઈમા,
તથા તમામ અધિકારીગણે કદમ, સેવણ, સપ્તપર્ણી, આંબો, વડ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને અભિયાનને પોષિત કર્યું હતું, તેમજ રાજયપાલ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

Leave a Comment

और पढ़ें