ઉરછલ
રાજ્ય સરકારના સ્વચ્છતા અને ગ્રામીણ વિકાસના અભિગમને વેગ આપવા માટે ગુરુવારે ઉચ્છલ તાલુકાના સાકરદા ગ્રામ પંચાયત ખાતે ખાસ ફિલ્ડ વિઝિટ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા ગ્રામજનોને જૈવિક કચરાના યોગ્ય નિકાલ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને ગામમાં બનાવેલ સામૂહિક કમ્પોસ્ટ પીટનો અસરકારક ઉપયોગ કરી, ઘરગથ્થુ કચરાને ફેંકી દેવાને બદલે તેમાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર કેવી રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








