વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાલોડ

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને લઈને ઉમેદવારોથી લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી વ્યાપક તૈયારીઓની સાથોસાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ થકી મતદારોને પોતાના મતાધિકારનો અચૂક પ્રયોગ કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યુ છે.

આ પ્રવૃત્તિના ભાગરૂપે વાલોડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના શિક્ષકો દ્વારા લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. શિક્ષકોએ પોતાની શાળાના નામ સાથે મતદાનનુ મહત્વ અને મતાધિકારના મહત્વને સમજાવતા પ્રેરક સંદેશાઓ વોલ પેઇન્ટિંગ દ્વારા ગ્રામજનો સુધી પહોંચાડાયા છે.

આ નવતર જાગૃતિ અભિયાનમાં વાલોડ તાલુકાની હથુકા પ્રાથમિક શાળા, રાનવેરી મુખ્ય પ્રાથમિક શાળા, જામણિયા મુખ્ય પ્રાથમિક શાળા, સ્યાદલા મુખ્ય પ્રાથમિક શાળા અને કમાલછોડ મુખ્ય પ્રાથમિક શાળા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. શાળાની દીવાલો પર સુંદર ચિત્રો અને સૂત્રો દ્વારા મતદારોને લોકશાહીના આ પર્વમાં સક્રિયપણે જોડાઈને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें