ડોલવણ

ડોલવણ તાલુકાના વિવિધ ગામોમાં ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા ભવ્ય પ્રચાર અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું.
પાટી જિલ્લા પંચાયત ના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કનુભાઈ ગામીત અને પીઠાદરા તાલુકા પંચાયતના ઉમેદવાર હરીશભાઈ રણજીતભાઈ ગામીતના પ્રચાર અર્થે પીઠાદરા ગામે મોટી સંખ્યામાં આવેલા લોકોને ધારાસભ્યએ સંબોધ્યા હતા. છેલ્લા વર્ષોમાં થયેલા વિકાસના કામોનો હિસાબ જનતા સમક્ષ મૂક્યો હતો અને ફરી એક વખત વિકાસને મત આપવા ધારાસભ્યએ આવવાનું કર્યું છે.
પાટી જિલ્લા પંચાયતના સભ્ય અને પીઠાદરા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા પોતાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે મત અપીલ કરી હતી.
ડોલવણ તાલુકા સંગઠન પ્રમુખ નિરવ ગામીત, તાપી જિલ્લા સંગઠન ઉપપ્રમુખ રસિકભાઈ કોંકણી, ડોલવણ તાલુકા સંગઠન મહામંત્રી સંજયભાઈ ગામીત, તાપી જિલ્લા અનુસૂચિત જનજાતિ મહામંત્રી જયદીપભાઈ સહિતની આખી ટીમ સાથે ધારાસભ્ય ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે.








