તાપી જિલ્લામાં ગુજકેટ પરીક્ષા-૨૦૨૬ યોજાશે …

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૯/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૭:૦૦ કલાક દરમિયાન ગુજકેટ (GUJCET) ની પરીક્ષા યોજાનાર છે.

આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શાળાઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તેમજ પરીક્ષાને લગતી મૂંઝવણો દૂર થાય તે હેતુથી તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વ્યારા દ્વારા એક ખાસ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર (૦૨૬૨૬) ૨૨૧૬૨૪ પર તા. ૨૭ થી ૨૯ માર્ચ, ૨૦૨૬ દરમિયાન સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રે ૦૯:૦૦ કલાક સુધી ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રશ્ન કે માર્ગદર્શન માટે આ હેલ્પલાઇન નંબરનો લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી, વ્યારા-તાપી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें