વ્યારા

તાપી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજ્ય કક્ષાએથી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નિયામક કુ. અંકિતા પરમાર, રિજનલ ફાયર ઓફિસર પજ્ઞેશ ગઢવી તેમજ સેક્ટર મેનેજર યશવંત પરમાર દ્વારા વ્યારા તાલુકાની નાની ચીખલી પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન શાળા સલામતી કાર્યક્રમના અમલીકરણ, વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સલામતી અંગે જાગૃતિ તથા શાળાઓમાં હાથ ધરાતી વિવિધ સલામતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








