ગાંધીનગર

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે તા.12 અને 13 જાન્યુઆરી દરમિયાન આયોજિત ‘પોષણ ઉડાન-2026’ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ ICDS અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ; પતંગ બનાવવાની સાથે પોષણ અને આરોગ્યલક્ષી સૂત્રો લખવાની સ્પર્ધા, કિશોરીઓ માટે ક્વિઝ અને રમત-ગમતની પ્રવૃત્તિઓ, શિયાળાની પૌષ્ટિક વાનગીઓ, “સરગવો” સુપર ફૂડનું મહત્ત્વ, ટેક હોમ રાશન અને મિલેટ્સ-શ્રી અન્નમાંથી બનતી વાનગીઓનું નિદર્શન જેવા કાર્યક્રમો યોજાયા…









