ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. 7.96 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાલોડ

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ગુરુવારે વાલોડ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ. 7.96 કરોડના ખર્ચે મંજુર થયેલા કામોનું ખાતમુહૂર્ત તથા વિવિધ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું.

ધારાસભ્યએ 58.80 લાખના ખર્ચે અંધાત્રી આશ્રમ ટુ અંધાત્રી વિલેજ રોડ, 42 લાખના ખર્ચે અંધાત્રીથી બેડા રાયપુરા રોડ, 60 લાખના ખર્ચે અલગટ ગામે આંતરિક રસ્તાઓ, 60 લાખના ખર્ચે કણજોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ પટેલ ફળિયાને જોડતો રસ્તો, 84 લાખના ખર્ચે વાલોડ કોસંબિયા કુંભીયા મોરદેવી નાચણીયા ફળિયા રોડ, 60 લાખના ખર્ચે કુંભીયા પટેલ ફળિયા રોડનું ખાતમુહૂર્ત કર્યુ હતુ.

ધારાસભ્યએ રૂ. 40 લાખના ખર્ચે વાલોડ કાસંબિયા કુંભીયા મોરદેવી મેઈન રોડથી કોસંબિયા સમશાન ભુમિને જોડતો રસ્તો, 40 લાખના ખર્ચે નનસાડ ગામમાં કોમ્યુનિટી હોલથી સમશાનભુમીથી જોડતો રસ્તો, 1.84 કરોડના ખર્ચે દાદરિયા એપ્રોચ રોડ, 40 લાખના ખર્ચે દાદરીયા ગ્રામ પંચાયતથી કરશનજી કાકાના ઘર થઈ નહેર સુગર ફેક્ટરીને જોડતો રસ્તો, 40 લાખના ખર્ચે દાદરીયા સ્ટેટ હાઈવેથી કેળકુઈને જોડતો રસ્તાનું ખાતમુહુર્ત કર્યુ હતું.

માર્ગોના ખાતમુહૂર્તની સાથે ગ્રામીણ વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. ૮૭ લાખના ખર્ચે તૈયાર થયેલા વિવિધ આંગણવાડી કેન્દ્રોનું પણ ધારાસભ્યશ્રીએ લોકાર્પણ કર્યુ હતું. જેમાં ટોકરવા, કલમકુઈ-૧ અને કલમકુઈ-૨ માં રૂ. ૨૫-૨૫ લાખના ખર્ચે તથા કમાલછોડમાં રૂ. ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોને ખુલ્લા મુક્યા હતા. વધુમાં ધારાસભ્યએ ગ્રામજનો સાથે સંવાદ હતો.

આ તકે સ્થાનિક હોદ્દેદારો, અગ્રણી, આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें