સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સહભાગી થયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સહભાગી થયું,
WEF 2026માં ગુજરાત તરફથી વૈશ્વિક સ્તરે ભાગીદારી માટેની તત્પરતા દાખવવામાં આવી તેમજ નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ 2047ના વિઝનને વૈશ્વિક સ્તરે રજૂ કર્યું.

આ સમિટ દરમિયાન ગુજરાતના પ્રતિનિધિમંડળે વૈશ્વિક અધ્યક્ષો, સીઈઓ, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી કે જેથી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ભવિષ્યના રોકાણ માટેના સ્થળ તરીકે ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

Leave a Comment

और पढ़ें