વિકાસ શાહ
તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકામાં ગ્રાવલમાંથી રેતી બનાવવા ગેરકાયદેસર પ્લાન્ટો મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે જેને કારણે પર્યાવરણ તેમજ આજુબાજુમાં આવેલી ખેતીલાયક જમીનો ને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો સાથે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામીત દ્વારા કલેક્ટરને માંગ કરવામાં આવી છે કે આ તમામ ગેરકાયદેસર પ્લાન્ટોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કસૂરવાર સામે પગલાં ભરવામાં આવે.
વધુમાં તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામીતએ જણાવ્યું હતું કે જો આવનારા સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરાશે એવી ચીમકી ઉચ્ચારી હતી.









