દક્ષિણ ઝોન ના પ્રદેશ ઈનચાર્જ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં બારડોલી ખાતે SIR સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બારડોલી વિકાસ શાહ

 

સુરત જિલ્લમા ચાલતા SIR મતદાર સુધારણા અભિયાન અંગે દક્ષિણ ઝોનના પ્રદેશના ઇન્ચાર્જ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને બારડોલી ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

સુરત જિલ્લાના પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ જે SIR નું કામ કરે છે એ ભારત સરકાર નું એક ભગીરથ કાર્ય કરી રહી છે. ભારત દેશમાં બોર્ડર પરથી ઘુસણખોરી બંધ થાય ,અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી શકાય, ઘૂસણખોરો આપણા દેશમાં આપણા મકાન મિલકત, જમીન ઉપર ગેરકાયદે કબજો ન કરી દે અને દેશ વિરોધી પ્રવૃતિ ન કરે અને નાગરિકો સુરક્ષિત રહે અને ભવિષ્ય માં કોઈ પ્રશ્ન ઊભો ન થાય તેને માટે આ એક મહત્વપૂર્ણ કામગીરી છે.

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, SIR ની કામગીરીમાં મતદાર યાદીમાં નામ ફોર્મ ભરીને સમયસર BLO ને પરત જમા કરાવીએ. ભારત દેશના નાગરિક તરીકે આ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે અમે મારું નામ મારે જાતે જ નોંધવું પડે એટલે કોઈ મતદાર રહી ન જાય જેથી આપણે જાગૃત થઈ ને દેશના નાગરિક તરીકે મતદાર યાદીમાં નામ નોંધાવીએ અને વધુમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા – SIR (Special Intensive Revision) સંદર્ભે દક્ષિણ ઝોનના સુરત જિલ્લાના સમાવિષ્ટ ઓલપાડ, કામરેજ, માંડવી,માંગરોળ,મહુવા,બારડોલી તેમજ ચોર્યાસી વિધાનસભાની SIR ની કામગીરી ની સમીક્ષા કરી હતી.

આ બેઠક નું સંચાલન જિલ્લા મહામંત્રી જીગર ભાઈ નાયક એ કર્યું હતું, જયારે આભાર વિધિ જિલ્લા મહામંત્રી કિશનભાઇ પટેલે કરી હતી. આ બેઠક માં જિલ્લાના તમામ મંડળના પ્રમુખો, મહામંત્રીઓ અને અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें