જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુરુવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ સંબંધિત નોંધાયેલા વિવિધ કેસોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓ પાસેથી કેસવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમોનુસાર સમયબદ્ધ, અસરકારક અને સંકલિત કામગીરી કરવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें