તાપી જિલ્લામાં કરોડોનો ભ્રષ્ટાચાર? રાતોરાત પાપ છુપાવવાનો ખેલ!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વ્યારા

શું પોતાનું પાપ છુપાવવા TSP કચેરી સોનગઢ હવાતિયાં મારી રહી છે?

એક એવો ભ્રષ્ટાચાર, જ્યાં કાગળ પર કૂવો બની ગયો, બિલ પાસ થઈ ગયા અને જ્યારે વિજિલન્સ (તકેદારી આયોગ) ની તપાસ આવી ત્યારે રાતોરાત સાચો કૂવો ખોદવાનું કામ શરૂ કરી દેવાયું!

FRA 2019/20 અંતર્ગત લાભાર્થીઓને કૂવો બનાવવા માટે ₹7,00,000 (સાત લાખ રૂપિયા) મંજૂર થયા હતા. જેમાં RCC કૂવો, પંપ મશીન, પાઇપલાઇન, લોખંડની જાળી અને સિમેન્ટ રીંગો આપવાની હતી.

ઉચ્છલ તાલુકાના એક લાભાર્થી માટે 2021માં વર્ક ઓર્ડર થયો. તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગે સ્થળ પર માત્ર 2-3 ફૂટનો ખાડો કરી, કૂવા જેવી રીંગ મૂકી, ફોટા પાડીને આખેઆખું બિલ મંજૂર કરાવી લીધું!

2021માં કૂવાના મૂળ માલિક કુસુમબેન વસાવાએ ઉચ્છલ TDO અને સિંચાઈ વિભાગમાં ફરિયાદ કરી, પણ અધિકારીઓએ ગોળ-ગોળ ફેરવીને વાત ટલ્લે ચડાવી દીધી.

વિજિલન્સની એન્ટ્રી અને રાતોરાત દોડધામ !!

એક સામાજિક કાર્યકરે ગુજરાત તકેદારી આયોગ (Vigilance) માં ફરિયાદ કરી. તત્કાલીન કાર્યપાલક ઇજનેર મલક એચ. ગામીત વિરુદ્ધ **ફર્યાદ નં. GVC3482025** (તારીખ: 27/08/2025) દાખલ થઈ. હવે જ્યારે તપાસના આદેશ આવ્યા છે, ત્યારે ભ્રષ્ટાચારીઓએ પોતાનું પાપ છુપાવવા રાતોરાત જે તે સ્થળે કૂવો ખોદવાનું કામ ચાલુ કરી દીધું છે! જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

મોટા સવાલો જેનો જવાબ તાપી વહીવટી તંત્રે આપવો જ
પડશે:

1. **આ કામ આખરે કરાવી કોણ રહ્યું છે?** જે કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું તેનું મૃત્યુ થઈ ગયું છે. જે અધિકારી (મલક ગામીત) ના અંડરમાં કામ હતું તેની બદલી થઈ ગઈ છે. તો અત્યારે રાતોરાત વર્ક ઓર્ડર આપ્યા વગર કોણ ખોદકામ કરાવી રહ્યું છે?
2. **બીજા કેટલા કરોડોના ભ્રષ્ટાચાર છુપાવવાની આ બીક છે?** શું એક કૂવાની તપાસથી આખી સિસ્ટમની પોલ ખુલી જશે એટલે આ બે નંબરમાં રાતોરાત કામ પૂરું કરાઈ રહ્યું છે?

તાપી જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાપી જિલ્લા કલેક્ટર તાત્કાલિક આ સ્થળની મુલાકાત લે અને તપાસ કરે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

વધુમા હાલ કામ ચાલુ હતું જંગલ જમીન પર તો એ સમયે વન વિભાગ શું ઘોર નિંદ્રા મા હતું! ૪૦ ફૂટ ખાડો ખોદી મોટું મશીન જતું રહ્યું. જેથી જંગલ ખાતાની કામગીરી પર પ્રશ્ન ઊભા થયા છે.

Leave a Comment

और पढ़ें