બારડોલી
આજ રોજ સુરત જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જીલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયાજી ના અધ્યક્ષ સ્થાને જીલ્લા પ્રમુખ ભરતભાઇ રાઠોડજી વિશેષ ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના અનુસંધાને બારડોલી નગર અને બારડોલી તાલુકા ની મહત્ત્વ ની બેઠક નું આયોજન કરવામા આવ્યુ હતુ.
Aa બેઠકમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે.મારું દૈત્વ શું.? મારું શું ભૂમિકા છે.મારો શું રોલ છે.હું રાષ્ટ્રવાદ સાથે છું. હું ભાજપા સાથે છે.મારો વિચાર ભાજપા સાથે છે. ત્યાર બાદ પ્રભારી ગૌતમ ભાઈ ગેડીયા પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું, કે પાર્ટીમાં અનુશાસન હોવુ અગત્યનું છે .ચૂંટણી જીતવા માટે સૌથી અગત્યનું તમારું વ્યક્તિત્વ છે. વડીલોએ પરસેવો પાડીને ભોગ આપ્યો ત્યારે પાર્ટી આજે આ સ્થાને છે.સમગ્ર દેશમાં પંચાયત થી પાર્લામેન્ટ સુધી સાશનમાં છે. અમે માં ભારતીને પરમ વૈભવ સુધી લઈ જઈશું. દેશ માં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. માં ભરતીનું સર ગૌરવથી ઊંચું થાય એ રીતે કામ કરીશું. વિવેકી ,નમ્ર, વિનમ્ર,બનો આ ચૂંટણી માં વિવેક સભર કામ કરો.વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીએ આપણે ગૌરવ થાય એવા કામો કર્યા છે. દેશમાં કોઈને નીચું જોવાનું થાય એવું એક પણ કામ કર્યું નથી .
રામ મંદિર, 370 કલમ,ucc, સમાન સિવિલ કોડનો અમલ કર્યો, એ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ બેઠકમાં બારડોલી નગર અને તાલુકાના આગેવાનો સિનિયર કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા મહામંત્રી જગદીશ ભાઈ પારેખ, અંકુર ભાઈ દેસાઈ, રોહિતભાઈ પટેલ, તથા બારડોલી તાલુકા અને નગર ન પ્રબુધ્ધ નાગરિકો, અપેક્ષિત કાર્યક્રતાઓ હાજર રહ્યા હતા.








