તાપી વ્યારા

તાપી જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીની પ્રક્રિયા જીલ્લા પંચાયતના સભા ખંડમાં યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ચંચળબેન દિનેશભાઈ ચૌધરી અને ઉપ્રમુખ તરીકે અશોકભાઈ ધનજીભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી.
જીલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે જીતેન્દ્ર કનુભાઈ ગામીત અને દંડક તરીકે અનિલાબેન નીતિનભાઇ ગામીતની વરણી કરવામાં આવી છે.
તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ્રમુખની પ્રક્રિયા દરમ્યાન મંત્રી ડૉ. જયરામ ગામીત, જિલ્લા સંગઠન પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા પ્રભારી ડો. જગદીશ પટેલ, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, મોહનભાઈ કોંકણી અને જિલ્લાના તમામ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિજેતા તમામ ઉમેદવારોને ઉપસ્થિત આગેવાનો દ્વારા હાર પહેરાવી, મીઠાઈ ખવડાવી અભિનદન આપવામાં આવ્યા હતા.














