મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને 40 ઇલેક્ટ્રિક કારનું વિતરણ કર્યું…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને 40 ઇલેક્ટ્રિક કારનું વિતરણ કર્યું; તેમજ બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવા – સારવાર માટે 50 ધનવંતરી આરોગ્ય રથ અને છ મોબાઇલ મેડિકલ વાનના લોકાર્પણ કર્યા…

રાજ્યની ITIમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ લઈ રહેલા યુવાઓને ઈલેક્ટ્રીક વ્હીકલ્સ સંલગ્ન પ્રાયોગિક તાલીમથી સજ્જ બનાવાશે…

ઉદ્યોગોને સ્કીલ મેનપાવર મળી રહે તે માટે ઓટોમોબાઇલ સેક્ટરના વ્યવસાયોમાં સિલેબસ આધારિત 40 ઇલેક્ટ્રિક કાર ITIને ઉપલબદ્ધ કરાવીને તાલીમાર્થીઓને નવીનતમ ટેકનોલોજી સંબંધિત તાલીમ આપવાનું લક્ષ્ય રાજ્ય સરકારે રાખ્યું છે…

Leave a Comment

और पढ़ें