તાપી જિલ્લામાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજયોનલ કોન્ફરન્સ’ હવે ૧૪મીને બદલે ૧૫મી માર્ચે યોજાશે..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

તાપી જિલ્લાના વ્યારા ખાતે આગામી સમયમાં યોજાનાર ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજયોનલ કોન્ફરન્સ’ અંતર્ગતના જિલ્લા કક્ષાના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમ ૧૪મી માર્ચને બદલે ૧૫મી માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વ્યારા-ધુલિયા રોડ પર આવેલા એસ.પી. ડોમ ખાતે યોજાશે.

જિલ્લામાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપી સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસને વેગ આપવાના ઉમદા આશય સાથે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરાડના અધ્યક્ષસ્થાને ગત સોમવારે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે કાર્યક્રમ સ્થળ પર બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા અને અન્ય આનુષાંગિક સુવિધાઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

Leave a Comment

और पढ़ें