વ્યારા
તાપી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડના અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી તેમજ જિલ્લા લાંચ રૂશ્વત વિરોદી અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને આયોજનબદ્ધ બનાવવા માટે કેટલાંક મહત્વપૂર્ણ અને રચનાત્મક સુચનો કર્યા હતા.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી માર્ગ સલામતીના નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન દોરીને, ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનો પર યોગ્ય રીતે રિફ્લેક્ટર લગાડવા તેમજ વિભાગની વિવિધ કામગીરી અંગેનું ધ્યાન દોર્યુ હતુ.
આ તકે જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક પણ યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર જરૂરી ચર્ચા અને સૂચન કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નાયબ પોલીસ અધીક્ષક, પ્રાંત આધિકારી વ્યારા સહિત વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.








